સોલા સિવિલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે દિવ્યાંગ અંગેનું મેડિકલ સર્ટિફિકેટ માટેના થયેલ સારા અનુભવ બાબત

જયભારત સાથ જણાવવાનું કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે દિવ્યાંગ અંગેનું મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે તા. 22/5/2018 ના રોજ સોલા સિવિલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે ગયેલ ત્યાંના થયેલ અનુભવ જણાવવા માંગુ છું.

(1) કેસ કઢાવવા માટે દિવ્યાંગ માટે અલગ વ્યવસ્થા હોઈ ખુબજ સરળતા રહી.

(2) ઓથોપેડીક વિભાગ ના ડો. શ્રી વિપુલ કુહાડ અને આર.એમ.ઓ. ડો. શ્રી દિલીપ પટેલ ની દિવ્યાંગ માટેની કામગીરી ને 100% માર્ક્સ આપવા પડે. જો દરેક સિવિલ હોસ્પિટલમાં આ રિતે વ્યવહાર થાય તો કોઈ દિવ્યાંગ ને તકલીફ ના પડે. તેઓની માનવીય અભિગમ સાથેની કામગીરી ને બિરદાવવી ઘટે.

(3) લિફ્ટની વ્યવસ્થા નવા બિલ્ડીંગ મા હોઈ દિવ્યાંગ ને ખુબજ સરળતા રહે છે.

(4) આ અગાઉ સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રમાણપત્ર માટે ફિજીયોથેરેપી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ અલગ અલગ બિલ્ડીંગ મા હતા તેમજ આંખના વિભાગ માટે દાદર ચડવો પડતો હતો જેના લીધે પ્રમાણપત્ર કઢાવવામાં ખુબજ તકલીફ પડતી હતી.

આપ સાહેબ ને જણાવવાનું કે સોલા સિવિલ ની હાલની વ્યવસ્થાની જેમ ગુજરાતમાં દરેક સિવિલ હોસ્પિટલમાં એક જ બિલ્ડીંગ મા દિવ્યાંગ પ્રમાણપત્ર મેળવવા માટે ની તમામ વ્યવસ્થા એક જ બિલ્ડિંગમાં  માનવીય અભિગમ સાથે કરવામાં આવે તો દરેક દિવ્યાંગ ને ખુબજ સરળતા પડે તેમજ સરકારશ્રી ની નીતિને સુસંગત બની રહે એજ અભ્યર્થના

અભિપ્રાયની નોંધ લેવા વિનંતી

આભાર સહ,

પંકજકુમાર જાની
9428341275
ppjani@gmail.com